World of Gujarati Music

Friday, November 03, 2006

મુલાકાત પહેલી હતી

Get music codes at Bolt.

પંકજ ઉધાસ ના સ્વરે ગવાયેલી આ સુંદર ગઝલ આજ ના મંગલ દીવસે ફક્ત મારા ભાભી માટે મુકી રહ્યો છુ
આશા છે કે ભાભી અને ભાઇ ની પ્રથમ મુલાકાત ને આ ગઝલ શબ્દો બક્ષી શકશે અને ખાસ તો મારા ભાઇ ની વ્યથા ને વાચા આપી શકશે
અને ફરી એક વખત કોન્ગ્રેચ્યુલેશન.

મુલાકાત પહેલી હતી

બચ્યા છે કેટલા એ શબ્દ પણ ગણી લઊ છું,
છુટો પડુ છું ને ખુદ ની સીલક ગણી લઊ છું,
ક્ષણો , દીવસ, વષઁ, માસ કે સૈકા ,
તમે હો એવા સમય ને રણગણી લઊ છું.

રૂપ કૈફી હતુ આંખો ઘેલી હતી,હથેળી માં એની હથેળી હતી
મન મહેકતુ હતુ ભીના કમ્પન હતા એની સાથે મુલાકાત પહેલી હતી.
રૂપ કૈફી હતુ આંખો ઘેલી હતી,હથેળી માં એની હથેળી હતી

આંખ મા એક દરિયો છુપાયો હતો ,પણ શીશુ જેવો નિર્દોષ ચહેરો હતો(૨)
છોકરી મારી સામે જે બેઠી હતી , ખુબ અઘરી હતી સાવ સહેલી હતી.
રૂપ કૈફી હતુ આંખો ઘેલી હતી,હથેળી માં એની હથેળી હતી

મીઠી મુન્જવણ હતી હોઠ તો ચુપ હતા, જો હતો તો હતો મૌન નો આશરો(૨)
એણે જ્યારે કહ્યુ હું તને ચાહુ છુ, જીંદગી એક પલ મા ઉકેલી હતી,
રૂપ કૈફી હતુ આંખો ઘેલી હતી,હથેળી માં એની હથેળી હતી

જોત જોતા મા બસ એ રીસાઇ ગઇ , પણ દુર ના જઇ શકી મારા થી એ(૨)
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી , પીઠ થી પીઠ તો પણ અઢેલી હતી

રૂપ કૈફી હતુ આંખો ઘેલી હતી,હથેળી માં એની હથેળી હતી
મન મહેકતુ હતુ ભીના કમ્પન હતા એની સાથે મુલાકાત પહેલી હતી.
હથેળી માં એની હથેળી હતી
એની સાથે મુલાકાત પહેલી હતી.

0 Comments:

Post a Comment

<< Home