કોક વાર આવતા ને જાતા મળો છો એમ..........
કોક વાર આવતા ને જાતા મળો છો એમ મળતા રહો તો ઘણું સારુ,
હોઠ ના ખુલે તો હવે આંખો થી હૈયા ની વાતો કરો તો ઘણું સારુ.

પુનમ નો ચાંદ જ્યાં ઉગે આકાશ માં કે ઉછળે છે સાગર ના નીર,
મારું યે ઉર હવે ઉછળવા ચાહે એવું બન્યું છે આજ તો અધીર,
સાગર ને તીર તમે આવો ને ચાંદ શા ખીલી રહો તો ઘણું સારુ,
હોઠ ના ખુલે તો હવે આંખો થી હૈયા ની વાતો કરો તો ઘણું સારુ.
કોક વાર આવતા ને જાતા મળો છો એમ..........
મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો,
આવો તમે તો મન ટહુકે આનંદ મા ખીલી ઉઠે આ બાગ મારો,
શાને સતાવો મારી ઉર ની સીતાર ના તારો છેડો તો ઘણું સારુ,
હોઠ ના ખુલે તો હવે આંખો થી હૈયા ની વાતો કરો તો ઘણું સારુ.
કોક વાર આવતા ને જાતા મળો છો એમ મળતા રહો તો ઘણું સારુ,
હોઠ ના ખુલે તો હવે આંખો થી હૈયા ની વાતો કરો તો ઘણું સારુ.
કોક વાર આવતા ને જાતા મળો છો એમ..........

0 Comments:
Post a Comment
<< Home